Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની સર સયાજી જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી

વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાઇરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે એસએસજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો એક ડ્રાઇવર એક દર્દીના ટાંકા લઇ રહ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં આ હોસ્પિટલની ભારે બદનામી થઇ હતી અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયો હતો. એમ્બ્યુલન્સના એક ડ્રાઇવરે એક દર્દીના ટાંકા લીધા હતા. આ ડ્રાઇવરને પણ ખબર નહોતી કે પોતાની આ કરતૂતનો કોઇ વીડિયો ઉતારી રહ્યો છે, આ ડ્રાઇવરે એક નિષ્ણાત ડોક્ટરની અદાથી દર્દીના ટાંકા લીધા ત્યાં સુધી ઇમરજન્સી વિભાગના વડા, સ્થળ ઉપરના ડોક્ટર કે નર્સને એમ કોઇને જાણ થઇ નહોતી, અથવા તો પછી એમ કહી શકાય કે તેઓની મંજૂરીથી અને રહેમ નજરથી જ ડ્રાઇવરે દર્દીના ટાંકા લેવાનું દુઃસાહસ કર્યું હોવું જોઇએ.

Related posts

વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

48 વર્ષીય દર્શનબેન શાહના ઓર્ગન 5 થી 6 જણ ને આપશે જીવ…

admin

વડોદરા શહેરના વોર્ડ નં.8ના વિસ્તારમાં રોડ રસ્તા અને ગટર ના પાણી કંટાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

Leave a Comment