32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આજે સવારથી જ શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા ભાંડવાડા મંગલેશ્વર ધૂળધોયા વાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ શહેરના પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ચેકિંગ કરાયેલા વીજ જોડાણોમાં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણો માંથી 55 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ફતેપુરા ધૂળધોયા વાડ ભાંડવાડા સહિતના વિસ્તારમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે વીજ ચોરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે હાલ આ કાર્યવાહી ચાલુ છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે જોકે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Related posts

વડોદરા રેલવે સ્ટેશન પાસે આગ લાગવાનો ફાયર બ્રિગેડને ફેક કોલ મડયો

admin

ડભોઈ પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ₹11.10 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત કરી

admin

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ટીમે સમા સાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું

admin

Leave a Comment