Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ₹11.10 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત કરી

ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન સહિત કુલ કિંમત રૂપિયા 11,10,184 નો ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ડભોઈ પોલીસ

શ્રી સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે દારૂ-જુગારની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવા માટે જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપેલ.
શ્રી સુશિલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા “ઓપરેશન પરાક્રમ” હેઠળ જીલ્લાના ગુનેગારો જેવા કે, બુટલેગર્સ, માદક પદાર્થ/ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જુના ગુનામાં નાસતા-ફરતા ગુનેગારો, જુગારીઓ તેમજ અલગ-અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડીવીઝન, ડભોઈ નાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત હોળી-ઘુળેટી તહેવાર અનુસંધાને પ્રોહી-જુગારના વધુમાં વધુ કેસો કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ. જે ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજરોજ જે.એમ.ચાવડા પોલીસ ઇન્સ્પેકટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની XUV 500 ગાડી રજી.નં GJ-06-LK-7895 મા એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી ગોલા ગામડી થઇ,ડભોઇ થઇ વડોદરા તરફ જનાર છે.” જે હકિકત આધારે પોલીસની એક ટીમ સાથે મોજે ડભોઇ તાલુકાના થુવાવી ત્રણ રસ્તા પાસે બાતમી હકીકત વાળી મહીન્દ્રા કંપનીની XUV 500 ગાડીની વોચમાં હતા. તે દરમ્યાન સદર સફેદ કલરની મહીન્દ્રા કંપનીની XUV 500 ગાડી રજી.નં GJ-06-LK-7895 ની ડભોઇ વેગા તરફના રોડ ઉપરથી આવતી જણાતા ખાનગી વાહનથી આડાશ કરતા સદર XUV 500 ના ચાલકે સદર ગાડી ઉભી રાખેલ નહી જેથી તેનો પીછો કરી કારવણ ખાનપુરા રોડ ઉપર XUV 500 ગાડી મુકી તેનો ચાલક નાસી ગયેલ. જેથી સદર ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા સદરી ગાડીના ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આગળની તપાસ હાથ ધરેલ છે.પકડવાના બાકી આરોપી
મહીન્દ્રા કંપનીની XUV 500 ગાડી રજી.નં GJ-06-LK-7895 ના ચાલક
કબ્જે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટના વિદેશી દારુના કાચની બોટલ તથા કવાટર તથા પ્લા.ના કવાટર તથા બીયર ટીન કુલ નંગ- ૧૮૦૮ જેની કિંમત કુલ કી.રૂ.૬,૬૦,૧૮૪/-
(૨) મહીન્દ્રા કંપનીની XUV 500 ગાડી રજી.નં GJ-06-LK-7895 કિ.રૂ.૪,૫૦,૦૦૦/-મળી કુલ કી.રૂ.૧૧,૧૦,૧૮૪/-મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું

admin

ડભોઈ: શંકરપુરાથી વડજ ગામનો ૨ કિ.મી.નો રસ્તો ‘ભોંયરા’ જેવો બન્યો

admin

વડોદરાના પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે માધી ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન

admin

Leave a Comment