30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડાંગરના કટાની આડમાં દારૂની હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી ટાટા ટ્રકમાંથી ડાંગરના કટ્ટાની આડમાં કુલ કિ.રૂ.૧૩,૭૭,૭૫૦/ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને સુચના આપેલ જે અન્વયે વિ.એન.તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાંહતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીની નાની ટ્રક ૭૦૯ ગાડી રજી.નંબર GJ-09-Y-5307 માં ડાંગરના કટ્ટા ભરેલ છે, જે ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે, જે નાની ટ્રક સુરખેડા ગામ બાજુથી રંગપુર નાકા થઈ બોડેલી તરફ જનાર છે. તેવી મળેલ બાતમી હકીકત મળતા રંગપુર નાકા પાસે રોડ ઉપર વોચનાકા બંધીમાં ગોઠવાઇ ગયેલ અને થોડી વાર વોચમાં રહ્યા બાદ બાતમી હકિકત મુજબના વર્ણનવાળી બ્રાઉન કલરની નાની ટ્રક રજી.નંબર GJ-09-Y-5307 ની આવતા તેના ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતા તેનો ચાલક પોતાની ટાટા ૭૦૯ ટ્રક રોડની સાઇડમાં ઉભી રાખી નાસવા લાગતા તેને પકડી પાડેલ અને પકડાયેલ ઇસમને ટ્રક નજીક લાવી ગાડીના ચાલકનુ નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ ઇમરાનભાઇ ગુલામભાઇ મેઘરાજીયા નાનો હોવાનુ જણાવેલ તેમજ ગાડીની પાછળના ભાગે જોતા તેમાં ડાંગરના કટ્ટા ભરેલ મળી આવેલ અને જે ડાંગરના કટ્ટા (બોરી) હટાવી જોતા તે ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ ખાખી કલરના પુઠાની પેટીઓ મળી આવેલ તેમાં તપાસતા ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા તથા બીયરના ટીનની પેટીઓ નંગ-૨૩૧ કુલ બોટલો નંગ-૧૦૨૫૦ કિ.રૂ.૧૩,૭૭,૭૫૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા દારની હેરાફેરીમાં ઉપયોગ લિધેલ ટાટા કંપનીની નાની ટ્રક ૭૦૯ ગાડી રજી.નંબર GJ-09-Y-5307 ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કીમત રૂ.૨,૦૦૦/-તથા ડાંગરના કટ્ટા નંગ-૨૨ કી.રૂ.૩૩૦૦/- મળી કુ કિ.૨૦,૮૩,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાચમનો મેળો ભરાયો – મોટી સંખ્યામાં મેદની ઉમટી

admin

100 ગામ ને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ પાણી વાહન ચાલકો જીવ ના જોખમે અવર જવર કરવા મજબુર

admin

છોટાઉદેપુર જિલ્લામાં થતી ચોરીઓની ઘટનાને લઈ એસપી ઇમ્તિયાઝ શેખની પ્રેસ કોન્ફરન્સ

admin

Leave a Comment