38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ધંધોડા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૯૩,૭૨૦/- તથા પીકઅપ વાહન સાથે કુલ કિ.રૂ.૫,૯૩,૭૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન કે પોલીસ ઈન્સ્પેકટર એ.આર. પ્રજાપતિ નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં છોટાઉદેપુર નગરપાલીકા ચુટણી મતદાન બંદોબસ્ત અર્થે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એ.આર.પ્રજાપતિ નાઓને બાતમી હકિકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ જેનો રજી.નં.GJ-01-ET-8190 નો છે. જેની કેબીનના પાછળના ભાગે ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારૂ ભરી રંગપુર નાકા પાસેથી તેજગઢ તરફ જનાર છે. જે મળેલ માહિતી અનુસંધાને સાથેના પોલીસ સ્ટાફના માણસોને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા સદરી માહિતી વાળી ગાડીનો છોટાઉદેપુરથી પીછો કરી ધંધોડા પહોચતા પીકઅપના ચાલકે પોલીસની ગાડીને દુરથી જોઇ જતા પીકઅપ ગાડીનો ચાલક પોતાની ગાડી રોડની સાઇડમાં મુકી પોલીસ માણસોને જોઇ નાસી ગયેલ જે પીકઅપ ગાડીની તપાસ કરતા કેબીનના પાછળના ભાગે ચોરખાનુ બનાવેલ હોય જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાચના કવાટરીયાની કુલ બોટલ નંગ-૪૫૬ કુલ કિ.રૂ.૯૩,૭૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કુલ કિં.રૂ.૫,૯૩,૭૨૦/- મુદ્દામાલ કબ્જે કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડીમાં પશુપ્રેમનું ઉત્તમ ઉદાહરણ : સમયસર સારવારથી નાની કુતરીનો જીવ બચ્યો

admin

ભૂંડ પકડવાના બહાને આવેલા શંકાસ્પદ તત્વો, પિકઅપ જીપમાંથી તલવાર, દારૂ અને ગાંજો મળતાં ચકચાર

admin

બોડેલીમાં આવેલ બજાજ ફાઇનાન્સના એરિયા લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ મળી લોકો સાથે કરી છેતરપિંડી

admin

Leave a Comment