33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી

આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર મંત્રીની સાથે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ નેતાઓ અને આદિવાસી સમાજના લોકો અને વિવિધ યોજનાના લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર અનેકવિધ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વિવઘ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામે રોડ ઉપરથી અર્ટીકા ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

admin

એસ એફ હાઈસ્કુલ ખાતે શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો

admin

નસવાડીમાં મધ્યપ્રદેશથી આવતા ડમ્પર ચાલકોનો આતંક : રાત્રિના સમયે જોખમી ડ્રાઇવિંગથી સ્થાનિકોમાં ફફડાટ

admin

Leave a Comment