સુરસાગર તળાવના કિનારે આવેલ શ્રી મહારાણી જમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના માધ્યમથી ઊર્જા 2024 પ્રદર્શન કમસેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખો કાર્યક્રમ વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના શહેરોથી આવેલા કલાકારોને એક પ્લેટફોર્મ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 42 જેટલા ભારતના સુપ્રસિદ્ધ કલાકારો આ ઉર્જા 2024 માં જોડાયા હતા. શહેર અને ગામડા વચ્ચેના સુંદર સમન્વયેને જાળવી રાખવા માટે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા પદ્મનારાયની નામક વિશેષ આઉટલેટની પણ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહારાણી રાધિકારાજે ગાયકવાડે ઉર્જા 2024 અંગે વધુ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયરે વિશેષ હાજરી આપી હતી.સાથે જ અહીં સુરભી લાયન્સ blind school ની બાળકીઓ દ્વારા સરસ એવી હાથ વડે બનાવેલ રાખડીઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ રાખડીઓ blind school ની બાળકીઓ દ્વારા પોતે બનાવવા માં આવી હતી.

