Genius Daily News
Uncategorized

કલારાણી પેટા આરોગ્ય કેન્દ્ર પાછળથી મળેલ નવજાત બાળકીના માતા પિતાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કરાલી પોલીસ

કલારાણી પેટા આરોગ્ય કેન્દ્ર ખાતેથી ઉકરડામાંથી મળેલ બાળકીના માતાપિતાને કરાલી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢયા હતા. અને નવજાત બાળકીના પિતા સામે કરાલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

     પાવી જેતપુર તાલુકાના કલારાણીના પેટા આરોગ્ય કેન્દ્રની પાછળથી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ કરાલી પોલીસે નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે કરાલી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. રેખા ચૌધરીએ તપાસ ચાલુ કરી હતી,તપાસ દરમિયાન કલારાણી ગામના ત્રણ જગ્યાના સીસીટીવી કેમેરા તપસ્યા હતા, સાથે સાથે આજુબાજુના પંદર ગામના આંગણવાડી કાર્યકરોને મળીને આ મહિને જે મહિલાને ડિલિવરી આવતી હોય તેવી મહિલાઓની યાદી લઇને તપાસ હાથ ધરી હતી, સાથે સાથે મહત્વની નવજાત બાળકી મળી તેનાથી થોડેક દૂરથી એક સ્કૂલના યુનિફોર્મ નો પાયજામો પણ મળી આવ્યો હતો, જેને આધારે નજીકની સ્કૂલોમાં તપાસ હાથ ધરી હતી. 


કરાલી પોલીસ દ્વારા દરેક એન્ગલ ની તપાસ કરવામાં આવી હતી જેમાંથી માવજત બાળકીને તરછોડી જનારની ભાળ મળી હતી.જેના આધારે સગીરા સાથે બાળકીને તરછોડનાર અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેન તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવાની કરાલી પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

કલારાણી પંથકના એક ગામની 14 વર્ષીય સગીરાને ગામના જ એક સગીર સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં તમામ હદો વટાવી દેતા સગીરા ગર્ભવતી બની હતી. અને સગીરાને છેલ્લો સમય ચાલી રહ્યો હતો. અને તેને લઇને સગીરા અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેન જયેશભાઈ રાઠવાને લઇને ગઈકાલે વહેલી સવારે ક્લારાની પી.એચ.સી.ખાતે ગઈ હતી.પરંતુ પેટા કેન્દ્ર પહોંચતા જ સગીરાને ડિલિવરી થઈ ગઈ હતી, જેને લઇને ત્રણે જનાએ મળીને નવજાત બાળકીને પેટા કેન્દ્રની પાછળ ઉકરડામાં તરછોડીને ભાગી ગયા હતા.

નવજાત બાળકીના માતાપિતાની ભાળ મળતા કરાલી પોલીસે સગીરા સાથે બાળકીને તરછોડવા ગયેલ બે જણાની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે સાથે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધનાર સગીરની સામે પણ પોકશો હેઠલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી વરસાદી પાણી

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહા આરતી ભજન કીર્તન ગરબા અને મહા પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં નાંખી લઇ જતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કોંગ્રેસ નેતા પ્રોસેસર અર્જુન રાઠવાએ ગામની મુલાકાત લીધી

admin

Leave a Comment