43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા દરજી સમાજની વાડીમાં જરૂરિયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ચુડા ગામનાં જરૂરિયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયેશભાઈ ગાંધી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.
આમ લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન કરે છે, એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થયા હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુઓનું દાન કરતા હોય છે.
ત્યારે ચુડાના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને રોજબરોજ ઉપયોગમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓનાં ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યાં હતાં,
શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરતા જયેશભાઈ ગાંધી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.તે બદલ ઉપસ્થિત લોકોએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે ઉનાળાની કાળજાળ ગરમીમાં ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા લોકોને નિઃશુલ્ક છાશનું વિતરણ બે મહિના સુધી કરાયું હતું.
ચુડાનાં નિવૃત્ત સરકારી કર્મચારી ખુશાલભાઈ વાઘેલા પોતાના પેન્શનની રકમમાંથી છેલ્લા ચારેક વર્ષથી માનવ ટિફિન સેવા ચલાવી રહ્યા છે.
આ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં ખુશાલભાઈ વાધેલા,જયેશભાઈ પટેલ,ડો.માતરિયા,મોહિતસિંહ,ચકાભાઈ મિસ્ત્રીએ તેમનું યોગદાન આપ્યું હતું.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકા પંચાયતમાં સર્વત્ર પાણી પાણી.

admin

વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત ચુડા ખાતે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરાયું

admin

ચુડા B.R.C. ભવન ખાતે V.C.E.ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment