33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી

શહેરના રાજ માર્ગોનું ધોવાણ થતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. ત્યારે, પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતા તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સ્માર્ટ સિટી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાંગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે. શહેરમાં ઠેર ઠેર ભુવા પડવા, રોડ બેસી જવા,કાંસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે. જેના કારણે નગરજનો હાલાકી વેઠવા મજબુર બન્યા છે. તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઈલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. સદ નસીબે ટ્રક પલ્ટી મારી ગઈ ન હતી પણ એક સાઈડ નમી ગઈ હતી. જો ટ્રક પલ્ટી મારી ગઈ હોત તો જાન માલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી. હાલ આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Related posts

વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને શિયાળામાં ગરમીનો અનુભવ થયો

admin

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા દ્વિદિવસીય વિશેષ તબલા કાર્યશાળાનું આયોજન

admin

વડોદરાના અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

admin

Leave a Comment