27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા દ્વિદિવસીય વિશેષ તબલા કાર્યશાળાનું આયોજન

વડોદરા: ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા દ્વિદિવસીય વિશેષ તબલા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના જાણીતા તબલા વાદક શ્રી સ્વપ્નિલ ભીસે મુખ્ય સંસાધક તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 70થી વધુ વિદ્યાર્થીઓ, સંશોધકો, તબલા રસિકો અને સંગીતપ્રેમીઓએ ભાગ લઈને કાર્યશાળાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

શ્રી સ્વપ્નિલ ભીસે પંજાબ ઘરાનાની તબલા પરંપરાના પ્રતિષ્ઠિત અનુયાયી ગણાય છે. તેઓ પંડિત પ્રવીણ કરકરે અને પંડિત યોગેશ સમસી જેવા દિગ્ગજ તબલા વાદકો પાસેથી તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. લયની ઊંડાણપૂર્ણ સમજ, શક્તિશાળી બોલરચના, ચોકસાઈભર્યું વાદન અને પરંપરાગત રજૂઆત તેમની વિશેષતા ગણાય છે.

વર્કશોપ દરમિયાન શ્રી ભીસેએ પંજાબ ઘરાનાની વિવિધ બંધિશો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાયદા, ટુકડા, રેલા સહિતની પરંપરાગત રચનાઓના બોલોનું વિશ્લેષણ, તાલની ગોઠવણી, પ્રસ્તુતિની પદ્ધતિ તેમજ પ્રયોગાત્મક અભ્યાસની રીત અંગે તેમણે વિગતવાર સમજાવી. દરેક બંધિશને પ્રાયોગિક રૂપે વગાડીને સમજાવવામાં આવતા વિદ્યાર્થીઓને ઘરાનાની વિશેષતાઓને અનુભવી સમજવાનો મોકો મળ્યો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપી તેમણે શંકાઓનું નિવારણ કર્યું. વર્કશોપમાં પ્રયોગાત્મક તાલીમને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું, જેનાથી ભાગ લેનારાઓને તબલા વાદનની નાની-મોટી સૂક્ષ્મતાઓ સમજતા સહેલું બન્યું.

તબલા વિભાગના પ્રો. ગૌરાંગ ભાવસારએ જણાવ્યું કે આ વર્કશોપ વિદ્યાર્થી અને સંશોધકો માટે અત્યંત લાભદાયી સાબિત થયો છે. આવા શૈક્ષણિક કાર્યક્રમો ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરાને જાળવવામાં તથા યુવા પેઢીને ઘરાનાદારી પરંપરાથી જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યશાળાનો સમાપન સાંજે શ્રી સ્વપ્નિલ ભીસે દ્વારા રજૂ કરાયેલા સ્વતંત્ર તબલા વાદન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં તેમની કલા જોવા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડભોઇ તાલુકાના અનેક ગામડાંઓના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા ખેડૂતોની કમર તૂટી

admin

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ

admin

સાવલી 135 વિધાનસભામત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારના જન્મદિવસની ભવ્ય અને અનોખી ઉજવણી

admin

Leave a Comment