વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર ગઈ કાલ રાતે બે વાગ્યાની આસપાસ વાઘોડિયા રોડ ખટંબા પાસે આવેલી અક્ષર વિહાર સોસાયટી માંથી ફોન આયો હતો કે એક મગર અમારા ઘર પાસે આઈ ગયો છે આ ફોન આવતાં ની સાથેજ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના બીજા કાર્યકરો અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ ને લઇ ને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક પાંચ ફૂટનો મગર સોસાયટી ની અંદર ઘરના દરવાજા પાસે બેઠેલો જોવા મળ્યો હતો. આ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.

