43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત ચુડા ખાતે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી વિકાસ રથ થકી જનહિતલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે ચુડા સહિતનાં કરમડ,ઝોબાળા,નવી મોરવાડ,જૂની મોરવાડ,કોરડા ગામોમાં વિકાસ રથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
જિલ્લાભરમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે.આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો અને જનહિતલક્ષી યોજનાઓની જાણકારી જિલ્લાનાં નાગરિકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં લોકોને પૂરી પાડવાનો છે.
આ વિકાસ સપ્તાહનાં ભાગરૂપે વિકાસ રથનાં માધ્યમથી ગ્રામજનોને કૃષિ અને પશુપાલન યોજનાઓ,શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ,રોજગારલક્ષી સરકારી તાલીમો,ડિજિટલ સેવાઓ તથા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગતની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
આ તકે ચુડા મામલતદાર સહિત ટીડીઓ અશ્વિનભાઈ ટમાલીયા,ચુડા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વાઘેલા,સરપંચ રોહિતભાઈ નકુમ,પૂર્વ સરપંચ મુકેશભાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
ભરતસિંહ પરમાર

Related posts

ગ્રીન કમાન્ડો અમદાવાદ ગ્રુપ દ્વારા ચુડા સીધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફોર્મની મુલાકાત લીધી.

admin

ભારતીય કિસાન સંઘ ફરી સંઘ( CIFA) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી

admin

ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત સાથે છેતરપિંડી, નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું

admin

Leave a Comment