બોડેલી અલીપુરા સરકારી સ્કૂલ પાસે સાધના નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પુકારે ઉઠ્યા છે.
આ સોસાયટીના વિસ્તારમાં દુર્ગંધ મચ્છર અને ગંદા પાણીને લઈને લોકો બીમાર પણ પડી રહ્યા હોય તેમ આ વિસ્તારના લોકો જનાવી રહ્યા છે.
આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે થોડા સમય પહેલા પંચાયતમાં અરજી પણ આપવામાં આવી હતી પણ હાલમાં તો બોડેલી નગરપાલિકા બની ગયું છે.
ત્યારે આ વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે આઠ મહિનાથી તેઓ તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે ગટરના ઉભરાતા પાણી બંધ કરવામાં આવે અને રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

