30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે લેન્ડગૈબિગના વિષય જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી

વડોદરા શહેર માં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે વોર્ડ 15 કાઉન્સિલર આષીષ જોસી અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ લેન્ડગૈબિગ ના વિષય જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

અટલાદરા, રે.સ.નં.૫૮૫ પૈકી, ટી.પી.નં.૨૮ (અટલાદરા), એફ.પી.૯૦/૧ વાળી સરકારી ગૌચર જમીનનું ખોટી રીતે વડોદરા મહાનગરપાલિકાએ ખાનગી વ્યક્તિને વેલીડેશન કરી સોંપી દીધેલ હોઇ, ત્યાર બાદ બીજા ભુમાફીયાઓ દ્વારા ખેડુત પાસેથી દસ્તાવેજ પર દસ્તાવેજ કરી કરોડો રૂપીયાની કિંમતે આ જમીન વેંચી દીધેલ છે. તે અંગે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા બાબત.અનુસંધાનમાં જણાવવાનું કે, મોજે અટલાદરા રે.સ.નં.૫૮૫ વાળી ગૌચર જમીનમાં એફ.પી. ૯૦/૧ જેનું ક્ષેત્રફળ ૧૫૫૩ ચો.મી. છે. તેને પ્લોટ વેલીડેશન કરી ખાનગી વ્યકિતને જમીન ફાળવી દીધેલ છે. જે સર્વે નંબર ૬૨૨/૧ મૂળ ખેડુતની જમીન રોડમાં જતી રહેલ તેનો લાભ ઉઠાવીને વડોદરા મહાનગરની ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ દ્વારા ટા.પ્લાનીંગ એકટ મુજબ ગેરકાયદેસર રીતે કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય પ્લોટ ફાળવણી કરેલ છે. અને તે ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ ૨૦૨૦ હેઠળ ગુનાને પાત્ર થાય છે.આ કેસની વિગત એમ છે કે, વર્ષ ૨૦૧૫ માં ટીપી સ્કીમ નં.૨૮ નો ઇરાદો જાહેર થયા બાદ ટીપી સ્કીમનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ ટીપી સ્કીમનો ઇરાદો જાહેર થયા બાદ ટીપી સ્કીમ પબ્લીશ થયા બાદ સરકારમાં ટીપી સ્કીમ મોકલવામાં આવી પરંતુ તા.૧૮-૦૫-૨૦૧૫ માં ટીપી સ્કીમ સુધારા-વધારા સહ પરત મોકલવામાં આવી. આજ દિન સુધી રાજય સરકારે પરત મોકલેલી ટીપી સ્કીમ નં.૨૮ માં સુધારા-વધારા કરીને સરકારમાં ફરી મંજુરી અર્થે રજુ કરવામાં આવી નથી. તેથી ટી.પી એકટની કલમ નં.૧૭ મુજબ ઇરાદો જાહેર કર્યા બાદ નિષ્ફળ જાય તો ટીપી સ્કીમ રદ ગણાય છે. પ્રસ્તુત કિસ્સામાં કોર્પોરેશન દ્વારા રસ્તામાં ગયેલી જમીનના બદલામાં જે ફા પ્લોટ ફાળવવામાં આવેલ છે તે સરકારી જમીનમાં ફાળવેલ છે. પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે, જ્યારે મોજે અટલાદરા ટીપી સ્કીમ નં.૨૮ નું આજે કોઇ અસ્તિત્વ જ નથી તો ટીપી સ્કીમ ૨૮ ના ફા.પ્લોટ નં.૯૦/૧ કે જેનો રે.સ.નં. ૫૮૫ પૈકી માં આપવામાં આવ્યો છે. આ જગ્યા સરકારી ચોપડે સરકારી જમીન તરીકે રેકોર્ડ ઉપર છે અને આવો પ્લોટ ફાળવવો હોય તો પણ કલેકટરશ્રીની એન.ઓ.સી સિવાય કે, પ્લોટ વેલીડેશન સિવાય પઝેશન આપી શકાતું નથી.

Related posts

ડભોઈ હીરા ભાગોળ બહારના ગોવિંદેશ્વર તળાવમાં નફ્ફટ વેલ નું સામ્રાજ્ય

admin

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

admin

ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્ય હસ્તે કેસ રૂપિયાનું ચુકવણુ કરાયુ

admin

Leave a Comment