છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સતત બીજા વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપ્પા નાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે આજે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહા આરતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું આયોજન જિલ્લા પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવાયો હતો.

