35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલનો કોઝ વે રીપેરીંગ બાદ ફરી ધોવાઈ જતા બે દિવસથી પ્રાથમિક શાળા બંધ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સતત બે દિવસથી વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલનો કોઝ વે રીપેરીંગ બાદ ફરી ધોવાઈ જતા બે દિવસથી પ્રાથમિક શાળા બંધ છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગામની મુલાકાત ન લીધી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. તેના ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો વર્ષો પુરાણો કોઝ વે આવેલો છે. અગાઉ વરસાદ પડ્યો હતો. ત્યારે પાંચ દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગે આ કોઝ વે તૂટતાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રીપેરીંગ કરાવ્યું હતું. પરંતુ ફરી વરસાદ પડતા કોઝવે ન રીપેરીંગની તમામ કામગીરી ધોવાઈ ગઈ હતી. અને કોઝ વે ઉપર પાણી ફરી વળતા બે દિવસ થી પ્રાથમિક શાળા એ શિક્ષક ના પહોંચી શકતા શાળાને તાળા વાગી ગયા છે. જયારે લો લેવલ નો કોઝ વે ઉપર પુલ બનાવી આપવા માટે વર્ષો થી લોકો માંગ કરી રહ્યા છે. તંત્ર વિકાસની વાતો કરે છે આ ગરીબ આદિવાસી સમાજ ના લોકો નું દુઃખ દર્દ જાણવા માટે અધિકારીઓ ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે.

Related posts

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

admin

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથકના તમામ હિન્દુ મુસ્લિમ સંગઠનો અને વેપારીઓ દ્વારા નસવાડી બંધનો એલાન

admin

Leave a Comment