36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા સિવિલ કોર્ટના પટાંગણમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

આઝાદીનાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે ચુડા સિવિલ જજ એ.કે. ડાભીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ નાગરીકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્‍વતંત્રતા માટે જાન ન્‍યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્‍મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ ચુડા કોર્ટનાં વકીલ અને કર્મચારીઓની ટીમ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ મેચમાં કર્મચારીઓની ટીમ વિજેતા બની હતી. સાથે સાથે ચુડા ખાતે માનવસેવા ટ્રસ્ટ નામની સંસ્થાના ખુશાલભાઈ વાઘેલા અને તેમની સંસ્થાના સભ્યોએ ચુડા ગામનાં ગરીબ અને વૃદ્ધ વ્યક્તિઓને વિનામૂલ્ય ટિફિન સેવા આપવાની સેવાને બીરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું.અને ચુડા કોર્ટનાં વકીલ તથા સ્ટાફ પરિવાર તરફથી 10,000 ની ભેટ સંસ્થાને આપવામાં આવી હતી.

આ સ્વાતંત્ર્ય પર્વમાં જેપર પ્રાથમિક શાળા, ચુડા કન્યાશાળા તથા વિજયનગર પ્રાથમિક શાળાનાં આશરે ૨૦૦ વિદ્યાર્થી ભાઈ બહેનોને ચોપડો,પેન તથા લંચ બોક્સની કીટ વિતરણ કરાયું હતુ.કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચુડા પ્રિન્સિપાલ સિવિલ જજ એ.કે.ડાભી, બાર એસોસિયન પ્રમુખ ડી.એસ.ઝાલા,વકીલ એમ.એ.મિર્ઝા સબ રજીસ્ટર એલ.ડી.મકવાણા વકીલ વી.ડી.પરમાર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

શિયાળાની ૠતુમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રોની બહાર વાલીઓ તથા વિદ્યાર્થીઓ આધારકાર્ડ અપડેટ માટે વલખાં મારી રહ્યા છે

admin

થાનગઢમાં FCIના ગોડાઉનમાં 50 હજાર કિલોથી વધુની મગફળીમાં આગ લાગતાં કરોડો રૂપીયાનું નુકસાન

admin

લીબંડી તાલુકાનું નટવરગઢ ગામ બન્યું રક્તરંજન

admin

Leave a Comment