43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
કોડીનારગીર સોમનાથ જિલ્લો

કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહવાહન ને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીઘું છે.સમગ્ર દેશ સાથે રાજ્ય માં પણ રાષ્ટ્રભક્તિનો રંગ ગુજરાતની જતનામાં છવાયેલો છે.તિરંગાના રંગે રંગાવામાં ગીર સોમનાથ જિલ્લો પણ પાછળ નથી.કોડીનાર સહિત ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાના નેતૃત્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાતંત્રય દિવસની ઉજવણીનાં ભાગ રૂપે કોડીનાર તાલુકામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો સાથો સાથ ઈણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની નિશ્રામાં સમગ્ર વહીવટી તંત્ર પણ એક સાથે જિલ્લા સેવા સદનનાં પટાંગણમાં સામૂહિક રીતે તિરંગો હવામાં લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયું હતું.જિલ્લા સેવા સદન ખાતે શૌર્ય, સાહસ, હરિયાળી અને શાંતિના રંગો હવામાં વહીને ભારતમાતાનાં રાષ્ટ્રગાનનું ઉદ્વગાન કરતા હોય તે રીતે હવામાં ફરફરી ઉઠ્યાં હતાં. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર રાષ્ટ્રભક્તિમાં લીન થયું હતું.કોડીનાર ખાતે યોજાતેલી તિરંગા યાત્રા કુમાર શાળાથી નાલંદા સ્કુલ થઈને ગર્લ્સ સ્કુલ ખાતે પહોંચી જ્યાં સમાપન થયું હતું.આ સામૂહિક તિરંગા યાત્રામાં સોમનાથ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, રાજદીપ સ્કૂલ,શાહ એમ એમ હાઇસ્કૂલ,ગર્લ્સ હાઇસ્કૂલનાં વિધાર્થીઓ એ પણ ભાગ લીધો હતો.આ તિરંગા યાત્રા મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચી હતી. જ્યાં તમામ મહાનુભાવો તેમજ અગ્રણી ઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમનાં અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોડીનાર નગરપાલિકા થયું હતું.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ સ્પષ્ટ રીતે જણાઈ આવતો હતો.

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Related posts

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

admin

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

admin

ગીર ગઢડા ખાતે ભાજપનું નવું જનસંપર્ક કાર્યાલય નું – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ કર્યું ઉદઘાટન

admin

Leave a Comment