Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ ના ગણપતિ બાપ્પા ની આગમન યાત્રા નીકળી

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ ના ગણપતિ બાપ્પા ની આગમન યાત્રા નીકળી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર માં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાજ રાજ માર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજી ને આગમન યાત્રા નીકળી હતી જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. સાથે આ આગમન યાત્રા પ્રતાપ નગર, વિહાર ટોકીઝ, ચોખંડી માંડવી એમ જી રોડ ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગુહ, નવા બજાર થઈને નીજ મંડળે પહોંચી હતી. જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશ ભાજી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો માં જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા નારા લગાવ્યા હતા.

Related posts

વડોદરા શહેર છાણી વિસ્તારમાં ધ રોર સ્પોર્ટસ એકેડમી ની શરૂઆત કરવામાં આવી

admin

વડોદરાના Eva મોલ ખાતે અજાણી વ્યક્તિનો ઉપદ્રવ — ત્રણથી ચાર વાહનોને નુકસાન

admin

વડોદરાનું ગૌરવ – ચક્ર હિલિંગ ક્ષેત્રના વિશ્વપ્રથમ ડોક્ટર ડૉ. જીતેન્દ્રભાઈ પટવારીનું ભવ્ય સન્માન

admin

Leave a Comment