આજે શ્રાવણ મહિનાનો અંતિમ અને પાંચમો સોમવાર હોવાથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઊઠ્યો હતો.
મોટી સંખ્યામાં ભાવિકો માધવેશ્વર દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પિતૃ તર્પણ માટે ભાદરવી અમાસ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમાસના આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી તેમજ જન્માષ્ટ્રમી, રક્ષાબંધન દરેક તહેવારો પણ શ્રાવણ મહિનાનાં સોમવારે આવ્યા હતાં તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ છે.
૭૨ વર્ષનાં યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો.
આજે વહેલી સવારથી શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા, દ્રાભિષેક, દીપમાળા, ભકિત સંધ્યા સાથે ભાવિકો શિવભકિતમાં લીન થયા હતા.આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પિતૃ તર્પણ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે. પીપળે પાણી રેડીને પ્રદિક્ષણા ફરી ભાવિકો પિતૃ તર્પણ કરે છે.

