27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં અચારડા ગામે આવેલ નારાયણ ધરા ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરાયું

મુળી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદીની આ જગ્યા પર આશરે ૧૨૫ વર્ષ પૂર્વેથી અહીં સત્સંગ સાથે ભવ્ય લોકમેળોનું આયોજન થાય છે.

આ પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ ડોસાભાઇનો સોગ ભંગાવવા માટે કંથારીયા પધાર્યા હતાં.

ત્યારે ભાદરવા વદ અમાસનાં દિવસે આ પવિત્ર વાંસળ નદીમાં સ્નાન કર્યું હતું.

આ સમયે શ્રીજી મહારાજનાં પગે નાગણી વીટાળેલી જેનો શ્રીજી મહારાજે મોક્ષ કર્યો હતો.

ત્યારથી આ ભૂમિ પર ભાદરવી અમાસનાં દિવસે સ્નાન તથા પિતૃતર્પણનું અનેરુ મહત્વ છે.

આ પવિત્ર સ્થાનમાં શાસ્ત્રીજી મહારાજ આશરે ૪૦ વખત ભાદરવી અમાસનું સ્નાન સત્સંગ સાથે સમૈયો કરવા માટે સાળંગપુરથી અહીં પધારેલા હતા.

યોગીજી મહારાજ પણ અનેક વખત આ સમૈયામાં સ્નાન કરવા માટે પધારેલા.પ્રમુખસ્વામી મહારાજની પણ આ પવિત્ર સ્થાન પર અનેકવાર પધરામણી થઈ હતી.

આ પવિત્ર ભૂમિમાં આજે મુળી સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સત્સંગ સહિત કાર્યક્રમો યોજાયા હતા.

આ ભક્તિસભર કાર્યક્રમમાં હરિકૃષ્ણમહારાજશ્રીની મૂર્તિનો ભવ્ય અભિષેક તેમજ સંતો દ્વારા સત્સંગ,ધૂન સહિતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હરિભક્તો માટે ભોજન પ્રસાદનાં પેકેટની વહેંચણી કરવામાં આવી હતી.

આ તકે અચારડા, મોજીદડ કંથારીયા ખાંડીયા સહિતનાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Related posts

મુળી તાલુકાનાં સરલા ગામે ભુમાફિયા એવા કુલ -૧૮ શખ્સો સામે લેન્ડગ્રેબીંગનું શસ્ત્ર ઉગામ્યું

admin

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે BSNL નેટવર્કમાં ધાંધિયા.

admin

ચુડાનાં જોરાવરપરા વિસ્તારમાં ગટર લાઈનનું કામ યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવ્યું.

admin

Leave a Comment