દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડવાની ઉજવણી અંતર્ગત મુજ મહુડા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુજમહુડાના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ સંદર્ભે સેવાપખવાડા નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ પ્રભારી ભરતભાઈ ,વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર મનીષભાઈ પગાર, સ્મિતભાઈ પટેલ, રીટાબેન સિંગ, વોર્ડ 12 ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ રોહન પાટીલ,ચિરાગ ભટ્ટ, સંતોષ ઉતેકર,નીરવ સિંઘે તમામ લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ રક્તદાન કર્યું હતું.

