Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને કડવો અનુભવ પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પૂરપીડિત લોકોની મદદ માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વચ્ચે પૂરની સ્થિતીમાં સ્થાનિક નેતાઓ પાસેથી મદદ ન મળતા નેતાઓ લોકોના રોષનો ભોગ બનવાની ઘટનાઓનો સિલસિલો જારી જ રહ્યો છે. અત્યાર સુધી વડોદરાના મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરો લોકોના રોષનો ભોગ બનતા હતા. વાઘોડિયા રોડ વિસ્તારમાં પૂર પીડિતોનો રાશન કિટનું વિતરણ કરવા માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પહોંચ્યા હતા. જ્યાં કેટલાક લોકોએ કિટ સહર્ષ સ્વિકારી હતી. ત્યારે કેટલાક રહીશો દ્વારા એક પણ શબ્દ બોલ્યા વગર મંત્રીને હાથ વડે ઇશારો કરીને રસ્તો બતાવીને જાકારો આપ્યો હતો.

Related posts

ડભોઇ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રીપેરીંગ માટે સાત દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવર બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્ર ની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા

admin

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઈ કોમર્સ કોલેજ ના સેમિનાર હોલ ખાતે AI રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો

admin

Leave a Comment