Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ખાતે આજે 5મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આજ રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કેળવણીકાર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની યાદમાં “શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી .

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ દેસાઈ એ જણાવ્યું હતું કે, “શિક્ષક દિન”એ સમાજ ઘડતર અને દેશ ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોને યાદ કરવાનો દિવસ છે. ત્યારે વડોદરામાં વરસાદે સર્જેલી તારાજી માં શિક્ષકોએ અહમ ભૂમિકા અદા કરી પુરગ્રસ્તોને કીટ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી તેમની આ સરાનીય કામગીરીને બિરદાવવામાં આવી છે, આવા તમામ શિક્ષકોને નતમસ્તક વંદન કરી તેમનું અભિવાદન કરવાનો આ દિવસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ શ્રી ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકાઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું અભિનંદન કરવા પોતાના મધુર કંઠે સુર રેલાયો હતો. ત્યારે, પ્રાથમિક ઉદબોધન પહેલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિદ દેસાઈએ પ્રાથમિક ઉદબોધન શરૂ કર્યું હતું. આજે ૪૦થી વધુ શિક્ષક શિક્ષિકાઓ નિવૃત્ત થશે તેઓનું પણ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું જ્યારે અગાઉ નિવૃત થયેલા શિક્ષક શિક્ષિકાઓની પેન્શન પણ શરૂ કરવામાં આવી છે.

જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના યુવા અને શિક્ષિત સંસદ ડો. હેમાંગ જોષી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિદ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસન અધિકારી શ્વેતાબેન પારગી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યા, સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો તેમ જ પદ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા જિલ્લા પંચાયતના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

આદિવાસી વિસ્તારમાં જીવના જોખમે શિક્ષકો બાળકોને જર્જરિત ઓરડામાં અભ્યાસ કરાવે છે

admin

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એક વાર ચર્ચામાં આવ્યા

admin

Leave a Comment