દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ દિવસે ભવ્ય રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં.5 કચેરી, આજવારોડ ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરુરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.

