આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોને અને આયોજકોને પણ સ્વદેશી અપનાવો વિદેશી આઇટમોનો બહિષ્કાર કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશન દ્વારા નવી મુહીમ શરૂ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, આ અમારો વિરોધ નથી. દેશભરના નાના-મોટા વેપારીઓને અમારી અપીલ છે. ઓગસ્ટની બીજી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઈટમ માટે આહવાન કર્યું હતું. એના ભાગરૂપે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક મુહીમ ઉપાડવામાં આવી છે કે, સ્વદેશી અપનાવો. સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ 12 ઓગસ્ટના રોજ આખા વડોદરામાં 5,000 થી વધુ દુકાનોમાં હેન્ડ બિલ વેચ્યા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે, મહેરબાની કરીને સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરજો હવે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવી રહ્યા છે. દુર્ગા પૂજા, ઓનમ જેવા તહેવારો પણ આવી રહ્યા છે, તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાતના તમામ ગરબા આયોજકોને વડોદરા ના તમામ ગરબા આયોજનમાં એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારી ત્યાં જે પણ ખાણા પીણીના સ્ટોલ રાખો છો એમાં એક પણ વિદેશી સ્ટોલ ન રાખશો. સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ જ સરસ વસ્તુઓ સારી ખાણીપીણીની મળે છે, ટેસ્ટી પણ હોય છે, તો મહેરબાની કરીને દરેકને વિનંતી કે તમે વિદેશી ખાણીપીણીની વસ્તુઓનો ઉપયોગ ન કરશો અને ગરબા આયોજકોને દુર્ગા પૂજાના તમામ પંડાલોના આયોજકોને લાગુ પડે છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકો પણ કોઈ જગ્યાએ વિદેશી વસ્તુઓની ખાણીપીણી મળતી હોય તો મહેરબાની કરીને ફક્ત સ્વદેશી જ આઈટમો ને પ્રાધાન્ય આપજો અને આ ઉપરાંત નવરાત્રી અને દિવાળીમાં ઓનલાઈન બિઝનેસ એટલો બધો વધી ગયો છે. અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઇન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝૂમી રહ્યા છે,તો દરેક નાગરિકોને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસેથી જ ખરીદી કરે. હવે એવું નથી રહ્યું કે, ઓનલાઇનમાં પણ વસ્તુ સસ્તી મળે તેમાં પણ ખૂબ મોંઘી વસ્તુ અને ડુપ્લીકેટ વસ્તુ અને ખરાબ વસ્તુઓ મળતી થઈ છે. એક વખત તમે અમારા વેપારીઓ પાસે જાવ અને વેપારીઓ પાસે ભાવ કમ્પલેટ કરો અમારા તમામ વેપારીઓ સારું ડિસ્કાઉન્ટ આપે છે. સારી સર્વિસ આપે છે. માટે દરેક નાગરિક લોકલ દુકાનમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં બજારમાં રોનક આવશે તેમ જણાવ્યું હતું.
વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મુહિમ માટે અમે 200 થી વધુ માણસો ભેગા થયા હતા. અને પાંચથી દસ હજાર પેમ્પલેટ પહોંચ્યા છે. એને આજે મા દુર્ગાનો જે તહેવાર ગરબા છે, શક્તિ છે એ નરેન્દ્ર મોદી એના ખાસ પૂજારી છે. આખા ભારત દેશની અંદર ગુજરાતની અંદર લાખો બહેનો અમારી માતાઓ બહેનો ગરબે ઘૂમ છે. બધાને આહવાન છે કે ગુજરાતમાંથી આખા ભારતમાં પ્રસરશે. તમે લોકો લોકલ વસ્તુઓનો આગ્રહ રાખો. ભારતીય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરો અને સ્વદેશીનો બહિષ્કાર કરો તેમ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું.

