43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કુંઢેલા પાસે કાર ચાલકે મગરને અડફેટે લીધો, મોઢા પર ઈજા

શહેર નજીક ડભોઈ રોડ પર આવેલા કુંઢેલા ગામ પાસે શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા સાડા પાંચ ફૂટના મગરને કાર ચાલકે અડફેડે લીધો હતો. જેમાં મગરના મોઢા ઉપર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વાઇડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલા સ્વયંસેવકોએ મગરને સારવાર માટે ખસેડ્યો હતો. ડભોઇ રેન્જ લાગતી હોવા છતાં ડભોઇમાં કોઈ સારવાર માટેની સુવિધા ન હોવાથી વડોદરા લાવવામાં આવ્યો હતો. બીજી તરફ શહેર નજીક કોટાલી ગામે રાત્રે 10 વાગ્યાના અરસામાં મગર આવી ગયો હતો. આ અંગે સરપંચ કનુભાઈએ જાણ કરતાં મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં જાંબુઆ પાસે 3 ફૂટનો મગર આવતાં સેવ વાઇલ્ડ લાઈફના સ્વયંસેવકોએ તેને પકડીને વન વિભાગને સોંપ્યો હતો. તમામ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી

Related posts

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં અધૂરું ગટર કામ બન્યું અકસ્માતનું કારણ, CCTVમાં કેદ થયા ભયાનક દ્રશ્યો

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

નંદેસરી ગામના રહીશોને 26 જાન્યુઆરીના રોજ જૂની કલેકટર ઓફિસે બોલાવાતા રોષ ફાટી નીકળ્યો

admin

Leave a Comment