43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી ૧૫ લાખની થયેલી છેતરપિંડીનો મામલો

જેતપુર પાવી તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી ૧૫ લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ ૨૬ ની જેમ પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેહસિંહ રાઠવા ઉર્ફે મહારાજના ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર તથા એક બાઈક લઈ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને પોલીસ તપાસમાં ૧૩ આરોપીઓની સંડોવણી બહાર આવી. જે પૈકીના ફરાર આરોપી વડોદરાના એજાઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવેલ ઘટનાની વાત કરીએ તો ભોગ બનનારના સગા મહેશ રાઠવા જાણતો હતો કે ફતેસિંહ પાસે મોટી માત્રામાં રોકડા રૂપિયા છે. જેથી ત્યાં સાચી રેડ પાડવા માંગતો હતો. જેને લઈ તેણે લુણાવાડાના રમેશ માલીવાળનો સંપર્ક કર્યો અને રમેશ માલીવાડે જુદા જુદા લોકોનો સંપર્ક કરી નકલી રેઇડનો પ્લાન ઘડી નાખ્યો. હાલ ઝડપાયેલ આરોપી એજાજ શેખે પણ પોલીસને જણાવ્યું કે તેણે આ રેઇડ સાચી હોવાનું લાગ્યું, તેનું કામ એમાં ખાલી ત્યાં જવાનું હતું. અને બહાર ઉભા રહી વોચ રાખવાનું હતું, આના માટે તેણે એક લાખ રૂપિયા પણ મળ્યા હતા. જો કે ઘટનાના બે દિવસ બાદ એજાજને ખબર પડી કે આ નકલી અધિકારીઓ હતા. અને રેડ પણ નકલી હતી. હાલ તો પોલીસે ૧૩ પૈકી ૧૦ને ઝડપી પાડયા છે. અને હજી ૩ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ તાલુકાના ટીબીની સારવાર લઈ રહેલા ૧૦૦થી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે ભરાયો  વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસીઓ નેતાઓએ પણ મજા માણી.

admin

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના રર.૬૫ કરોડના ખર્ચે ૧૪ રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી.

admin

Leave a Comment