32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડી માં બાળક ડૂબી ગયો હતો જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વાર બહાર કાઢવામાં આવ્યો હતો..

વડોદરા શહેરના સુભાનપુરાના સ્લમ ક્વાટર તળાવ મા અંદાજીત ૯ વર્ષિય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવ નાં પાણી માં ડૂબી ગયા ની ઘટના બની . આ ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડ ને કરાતા ટીપી 13 ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકની શોધવાની શરૂ કરી ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા ભારે શોધ ખોળ બાદ બાળક ના મૃતદેહ ને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી આ ઘટના થી પરિવારના સભ્યોમાં શોક ની લાગણી છવાઈ હતી. આ ઘટનાની જાણ ગોરવા પોલીસના એસીપી બી ડિવિઝન આરડી કવા થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળક ની ગુમ સુધાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ગોરવા પોલીસે તળાવની બહાર બાળકનું ચંપલ મળી આવેલા. ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહ ને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. જ્યારે મૃતક બાળકના પરિવારજનો એ ન્યાયની માંગણી કરી..ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Related posts

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝન દ્વારા NPS ના વિરોધ મા વિશાલ ધરણા પ્રદશન રાખવામાં આવેલ છે.

admin

વડોદરા શહેરના ડોક્ટર દંપતી એવા ડો.નરેન્દ્ર અને ડો. દિપા વેકરિયાએ ૨ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વિકારી

admin

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડો સગીરા સહિત 11 યુવતીઓનું રેસ્ક્યુ

admin

Leave a Comment