40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આવેલી ફરસાણની દુકાનમાં બાલુશાહી નામની મીઠાઈમાં ફૂગવાળી મીઠાઈ નીકળી આવતા આરોગ્ય વિભાગને ફરિયાદ

વડોદરા પાલિકા નાં એક કિલોમીટર નજીકમાં આવેલી ફરસાણ ની દુકાનમાં બાલુશાહી નામ ની મીઠાઈ કોંગ્રેસ પક્ષ નાં . મહામંત્રી ખરીદી હતી જે ફૂગવાળી મીઠાઈ નીકળી આવતા આરોગ્ય વિભાગ ને ફરિયાદ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગી જતાં હોય છે. પરંતુ ઘણીવાર આ મીઠાઈમાં હલકી ગુણવત્તાની પણ બનતી હોય છે. આ મીઠાઈમાં અખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય છે. અને હાલ ગુપ્ત નવરાત્રીનો તહેવાર અને માધી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ભક્તો માવા મીઠાઈની વિક્રેતાઓ પાસે પ્રસાદ માટે મીઠાઈ ખરીદી કરતા હોય છે, વડોદરા શહેરના સામાન્ય નાગરિક અને કોંગ્રેસ પક્ષના મહામંત્રી હસમુખ પરમારે ગત રોજ લક્ષ્મી ફરસાણ માંથી બાલુશાહી મીઠાઈ ખરીદી હતી ઘરે જતા મીઠાઈ ચેક.કરતા ફૂગ વાળી નીકળતા વડોદરા મહાનગરપાલિકાના વિભાગના અધિકારીને ફરિયાદ કરતા પાલિકાની આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સ્પેશ્યલ લક્ષ્મી ફરસાણની દુકાનમાં જઈ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. અખાદ્ય સામગ્રી મળી આવતા મીઠાઈ વિક્રેતાઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

Related posts

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

કરનેટ રોડ પર નર્મદા કેનાલ બની ‘ડેથ ટ્રેપ તંત્રની ઘોર બેદરકારીથી ગમે ત્યારે સર્જાશે મોટી હોનારત…

admin

ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે આજે ગૌરી વ્રત કરતી દીકરીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

admin

Leave a Comment