43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાને લઈ ડેપ્યુટી કમિશનર ને આવેદનપત્ર આપ્યું

વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંત વિધિ અને દસક્રિયા (દસપિંડ વિધિ) થતી હોય છે વડોદરા શહેર તેમજ બહારગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે, અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે, ખાસવાડી સ્મશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી.
તેથી આજે સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પણ કમિશનર મિટિંગમાં વ્યસ્થ હોવાના કારણે આવેદન ડેપ્યુટી કમિશનર ને આપવામાં આવ્યો હતો અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા સ્મશાન ખાતે સુલભ શૌચાલય ની વ્યવસ્થા કરવામાં આવે, વડોદરા શહેરના કોર્પોરેટર પર ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનો નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી

Related posts

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

admin

પસ્તી દાન થી વિદ્યા દાન ના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ

admin

ભાજપના સક્રિય કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિવસ હોવાથી સફાઈ કર્મીઓનું સન્માન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતનું કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

admin

Leave a Comment