27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાના કુલ ૧૨૦ ઉમેદવારો માટેનો સંરક્ષણ ભરતી પુર્વેની પરીક્ષાલક્ષી ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો.

      ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ,નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાની રોજગાર કચેરી દ્વારા  સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ૧૨૦ યુવાનો માટેની ફ્રી નિવાસી તાલીમ  તા.૧૮.૧૧.૨૪ થી એસ આર પી એફ ગ્રુપ ૯ મકરપુરા ખાતે શરુ કરવામા આવી હતી .આજ રોજ તેનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજવામા આવ્યો જેમા એસ આર પી એફ ગ્રૃપ ૯ ના નાયબ પોલીસ અધિક્ષક  ડી બી બાંભણીયા તેમજ મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ તેમજ તાલીમના કો ઓર્ડીનેટર ,તેમજ શારીરીક અને થીયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઈનામ,સાહીત્ય અને પ્રમાણ પત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમા ભાગ લઈને પરીવાર અને જીલ્લા તથા રાજ્યનુ નામ રોશન કરવા પ્રોત્સાહીત કર્યા હતા.
       રોજગાર કચેરી દ્વારા   તાલીમાર્થીઓને શારીરીક તાલીમમા  દોડ,પુલ અપસ,લાંબો કુદકાની તાલીમ,તેમજ લેખીત પરીક્ષા માટે  ગણીત,વિજ્ઞાન,જનરલ નોલેજ ,કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની  ૨૪૦ કલાકની  ફ્રી નિવાસી તાલીમ આપવામા આવેલ છે ,આ નિવાસી તાલીમમા રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહીત્ય,નાસ્તો,ભોજન,રહેઠાણ સુવિધા આપવામા આવી તેમજ ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને ડીબીટી દ્વારા દૈનિક ૧૦૦/-સ્ટાઈપન્ડ પણ ચુકવવામા આવશે .આ નિવાસી તાલીમ મળવેલ તાલીમાર્થીઓને અગ્નીવીર(આર્મી,નેવી,એરફોર્સ),પોલીસ,ફોરેસ્ટ,તેમજ પેરા મીલીટરી ફોર્સ તેમજ સીકયુરીટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી થનાર છે,અને આ નિવાસી તાલીમ યોજના  સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ગુજરાતના  ઉમેદવારો માટે આશિર્વાદ રુપ યોજના છે .

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

admin

ડભોઇ શહેરમાં એક અત્યંત દુર્લભ અને આકર્ષક પીડા રંગનો કાચબો મળી આવતા કુતુહલ સર્જાયું

admin

વડોદરા શહેરમાં વધુ એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ

admin

Leave a Comment