વિસાવદર તાલુકાના કોટડા ગામે અનુસૂચિત જાતિ સમાજના મતદારોનું એક ભવ્ય સંમેલન શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું વિસાવદર વિધાનસભા 87 ના કોંગ્રેસના ઉમેદવાર નિતીન રાણપરીયા ના સમર્થનમાં આજે મોટા કોટડા ખાતે એક ભવ્ય અનુસૂચિત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમ જ આજુબાજુના વિસ્તારોના કોંગ્રેસના કાર્યકર્તાઓ વડીલો આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિતવક્તાઓ વિધાનસભા 87 ના ઉમેદવાર નિતીન રાણપરીયા ને જંગી બહુમતીથી જીતાડવા નો અનુરોધ કર્યો હતો . લોકોએ પણ સહમતી દર્શાવી હતી પ્રખર વક્તા જીગ્નેશભાઈ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાતના અનુસૂચિત સમાજના જે કંઈ ધારાસભ્યો છે તેના કરતાં વિસાવદર તાલુકાને જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે અવશ્ય હું સાથે રહીશ તેની ખાતરી સાથે સમાજના પ્રશ્નો માટે સતત લડતો રહીશ પરંતુ આ વિધાનસભા 87 ના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને ભવ્ય લીડ થી જીતાડવા નો પણ અનુરોધ કર્યો હતો આમ બહોળી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે આજે મોટા કોટડા ખાતે આ અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન પૂર્ણ થયું હતું રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

