Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય અભેસિંહ તડવીએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક્ષ-રે મશીનની વ્યવસ્થા, આંતરીયાળ ગામોમાં ફળિયાઓના આંતરિક રસ્તાઓ, ખેતીવાડીની લાઈટ, નરેગાના કામો તથા ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવાએ નાણાપંચના કામો, રસ્તાઓના કામો, આધારકાર્ડની કામગીરી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.
આ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું. સાથે ધરતી આબા યોજનામાં આવતી કામગીરી માટે અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાંત અધિકારીઓ, સહિતના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર તથા કવાંટ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તેનાત, અલગ અલગ વોર્ડમાં 302 જેટલા પોલીસ અધિકારીઓને કર્મચારીઓ ખડે પગે રહેશે.

admin

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment