33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નિવૃત શિક્ષકોનો દ્વિતીય સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ, અવિનાશભાઈ રાઠવા,છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ રમણભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

admin

બોડેલી તાલુકાના બામરોલી ગામે અપહરણ,ખંડણી,અને હત્યાનો બનાવ,

admin

છોટાઉદેપુરના ગુનાટા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી

admin

Leave a Comment