40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના ગુનાટા ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી

         છોટા ઉદેપુર તાલુકાના ગુનાટા ગામ ખાતે ગુનાટા પ્રાથમિક શાળામા કન્યા કેળવણી અને શાળા પ્રવેત્સવ ના કાર્યક્રમ ની ઉજવણી છોટા ઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી (IAS) સચિન કુમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમા ગુનાટા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્ય નંદુભાઈ રાઠવા, શાળાના SMCના અધ્યક્ષ પ્રતાપભાઈ રાઠવા, તથા શાળાના વિધાર્થીઓ અને ગ્રામ જનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

 ગુનાટા પ્રાથમિક શાળાના આ કાર્યક્રમ  જિલ્લા વિકાસ અધિકારીનું અહીના આદિવાસી રિવાજ પ્રમાણે પાઘડી બાંધી શાળાના બાળકોના તાળીઓથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
     આ કાર્યક્રમમા આંગણવાડી કુલ ૪ બાળકો,બાલવાટિકા કુલ ૨૭ બાળકો અને ધોરણ ૧ ના કુલ ૩ બાળકોને  જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રસંગને અનુરૂપ એ શિક્ષણ ઉપર ભાર મુકી શિક્ષણનુ  મહત્વ સમજાવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષક મુકેશભાઈ પટેલ અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા પધારેલા તમામ મહેમાનઓ , ગ્રામજનો અને શાળાના તમામ શિક્ષકગણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો.

 કાર્યક્રમના અંતે SMC અને વાલીગણ ની મિટિંગ કરાવમાં આવી હતી. ત્યાર બાદ શાળાના પરિસરમા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

Related posts

બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

admin

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાના મામલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

admin

છોટાઉદેપુર જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બોરધામાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment