વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભાડાંના મકાનમાં રહેતી યુવતી પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું, ઈન્સ્ટાગ્રામથી બંને વચ્ચે ઓળખ થઈ હતી, આરોપીની ધરપકડ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. ગોત્રી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ છોટાઉદેપુરની અને વડોદરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય યુવતીની ઓળખાણ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ વસાવા (ઉ.29) સાથે ઈન્સ્ટાગ્રામ થઈ હતી. યુવતી ગોત્રી વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે. જ્યાં ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે પીડિત યુવતીએ ડોકટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી. ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી તબીબને આવતીકાલે રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી યુવક તબિયત છે અને યુવતી પણ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે જેને પગલે તબીબી જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

