વડોદરા : શહેરમાં મધરાત્રીએ કડાકા ભડાકા અને તેજ પવનો સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાહી થવાની ઘટના બની હતી. તેવામાં શહેરના મકરપુરા એસટી ડેપો નજીક આવેલા શ્રીનાથજી કોમ્પલેક્ષ બહાર વર્ષો જૂનું સૂકું વૃક્ષ તેના મૂળિયામાંથી જ તૂટી પડ્યું હતું. રોડ સાઈડ પડવાથી નીચે પાર્ક કરેલી સાયકલો સહિત એક કારને નુકસાન થયું હતું કારના કાચ પણ તૂટી ગયા હતા સદ્નસીબે આ વખતે ત્યાંથી અવરજવર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી.

