32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ભાદરવા વદ અમાસની તિથિએ કુબેર ભંડારી મહાદેવના દર્શનાનર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ભાદરવા વદ અમાસની તિથિએ ડભોઇ તાલુકાના કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવ ના દર્શનાનર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ પ્રત્યે ભાવિક-ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવે છે શિવ ભક્તોને સંતતિ-સંપત્તિ અને મનોવાંછિત ફળ આપનારા કુબેર દાદા ના અમાસના દર્શનનું પણ ખૂબ આગવું મહત્વ છે

ત્યારે આજે ભાદરવા વદ‌ સર્વ પિતૃ અમાસ તેમજ રવિવારનો દિવસ હોય મધ્યરાત્રીએ ધારાસભ્ય શૈલેષ મહેતા, મંદિરના મહંત શ્રી દિનેશ ગીરીજી મહારાજ, મહંત નંદગીરીજી મહારાજ દ્વારા મંદિરના કપાટ ખોલી શિવ ભક્તો માટે દર્શન ખુલ્લા મુક્યા હતા વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં અમાસની તિથિ ને અનુલક્ષી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી મંદિર પધારી કતારમાં ઊભા રહી દાદાના દર્શન સહિત નર્મદા સ્નાનનો લાભ લઇ સર્વ પિતૃ અમાસ નિમિત્તે સદગત પિતૃઓની શાંતિ અને તૃપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે

Related posts

નવરાત્રી નજીક આવતા જ ડભોઈ શહેર તેમજ તાલુકમાં અવનવી ગરબીઓનું વેચાણ

admin

ડભોઇ વધતા તાપમાન સાથે ઉનાળુ સાધનોના ભાવમાં ૨૦%નો ઉછાળો

admin

ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશનના નિર્ણય પાછો ખેચી લેવાની મોર્નિંગ વૉકર્સની માંગ

admin

Leave a Comment