40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોઈ વાતને લઈને ઝગડો થતાં મારમારી લાકડુ માથાના પાછળના ભાગે વાગી જતાં ઘટના સ્થળે મોત

પોર પાસે આવેલ વરસાડા ગામમાં નવીનગરી સામેના રોડની બાજુમાં તળાવની પાસે રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપુત અને વિજય શાંતીલાલ વસાવા આ બન્ને માં કોઈ કારનો સર ઝગડો થતા સુદેશ રામપાલ રાજપુતે ત્યાં પડેલ લાકડુ લઈને વિજય શાંતીલાલ વસાવા ને માથાના પાછળ ના ભાગે મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટના ની જાણ વરણામા પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વરસાડા ગામ ની સિમ માં આવેલ સતલુજ હોટલ માં કામ કરતો રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપુત વરસાડા ગામ માં કોઠી વાળા ફળિયા માં રહેતાં વિજય શાંતીલાલ વસાવા આ બન્ને વચ્ચે કોઈ વાત ને લઈને ઝગડો થયો હતો ત્યારે નીચે પડેલ લાકડુ લઈને રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપુતે વિજય શાંતીલાલ વસાવા ને માથાના પાછળ ના ભાગે મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વિજય શાંતીલાલ વસાવા ના મૃતદેહ ને પી.એમ અર્થે પોર રેફરલ હોસ્પિટલ માં મોકલી આગળ ની કાર્યવાહી કરી છે.

Related posts

જેતપુર પાવીના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગની એક લાખ લીટરની પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

વડોદરાના ‘નેતા’ને અંતિમ વિદાય..હજારો લોકોની આંખો ભીની થઇ

admin

Leave a Comment