વડોદરા શહેરમાં આગજનીના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ પાસેના અંબે કાર્તિક મંદિરની બાજુમાં આજે સીટી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. હાલ તો આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આ આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.આગનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું હતું.

