ન્યુ.હોરિઝોન સેન્ટરમાં 4 વર્ષના બાળકના પગ પર બેસી જઈ ડરાવ્યો જ્યાં બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. CCTV ફૂટેજમાં સેન્ટરની સંચાલિકાનો ભાંડો ફૂટ્યો,બાળકના પગ ઉપર બેસી જઈ મોઢા પાસે જઈ ધમકાવતા હોવાનું કેમેરામાં કેદ થયું.મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કર્યો છે.વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ન્યૂ હોરિઝોન ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડો મીરા અને સહાયક પૂજા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ દ્વારા બાળક પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે.આ અંગે બાળકના માતાએ જણાવ્યું છે કે અમે અમારો બાળક ડેવલપ થાય, બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો.સેન્ટરના ડો મીરાએ મારા બાળકને નીચે પટક્યું,તેના પગ પર બેસીને ધમકાવ્યો.મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે.આ સેન્ટર બંધ થવું જોઈએ.ડો મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી.સીસીટીવી ચેક કરવા અમને ધક્કા ખવડાવ્યા હતા.જ્યારે, અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો પણ તેના માતા પિતા સામે આવવા નથી માંગતા.

