વડોદરામાં 314 સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુરૂવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે કમિટીના નોડેલ અધિકારી અને પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સંપૂર્ણ કામગીરી આગામી બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન છે

