વડોદરા એસ એસ જી હોસ્પિટલ અને ડભોઇ સરકારી દવાખાના સંયુક્ત ઉપક્રમે માટે ગરીબ અને જરૂરિયાતમંદ માટે સર્વ રોગ નિદાન તથા સારવાર અને વિના મૂલ્યે દવાનો કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ખાસ પધારેલા ડભોઇ વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ ધારાસભ્ય શ્રી એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાસ લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી ગરીબ પ્રજા માટે આવા કેમ્પ યોજાતા હોય આ કેમ્પમાં સ્ત્રી રોગ બાળ રોગ ચામડીના તથા કાનના નાક ગળાના રોગ માનસિક રોગ દંત રોગ આંખના રોગ વિગેરે રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ કરી જરૂરી સારવાર માટે સૌને તેનો લાભ લેવા જણાવ્યું હતું. જ્યારે કે ડોક્ટર સંજય પરમાર એ જણાવ્યું હતું કે દર્દીઓના વિવિધ રોગોની સારવાર કરી જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી,અને જરૂર પડે તો વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા દર્દીઓને જણાવ્યું હતું. યોજાયેલા કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો જેમાં મુકેશ રાઠવા રવિરાજ કાપડિયા મોનિકાબેન ચૌધરી ડોક્ટર સિદ્ધાર્થભાઈ કાનાની તેમજ ડભોઇ સરકારી દવાખાનાના ડોક્ટર કર્મચારી સ્ટાફ દોરા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત કરી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો…

