31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડોન બોસ્કો હાઈસ્કૂલમાં નિવૃતિ સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

ડોન બોસ્કો સંસ્થાના આચાર્ય ઈશ્વર સર અને શારીરિક શિક્ષણના શિક્ષક શૈલેષ સરનો નિવૃતિ સન્માન સમારંભ યોજવામા આવ્યો હતો ઈશ્વર સર ડોન બોસ્કો ખાતે જ્યારથી શાળાની સ્થાપના થઇ ત્યાર થી ઓક્ટોબર 2024 સુધી 34 વર્ષ સેવા આપી તેમજ શૈલેષ સર 30 વર્ષની સેવા આપી રમત ગમત ક્ષેત્રે ખૂબ સરાહનીય કામ કર્યું હતું. તેઓએ આ વિસ્તારના બાળકો મા રહેલી રમત પ્રત્યેની લાક્ષણિકતાને પારખી કેટલાય રાષ્ટ્રીય અનેરાજ્ય કક્ષાના ખેલાડીઓ તૈયાર કર્યા છે. તેઓના પ્રયત્નો ના ભાગરૂપે છોટાઉદેપુર આજ દિન સુધી રમત ગમતમાં ડોન બૉસ્કો શાળાનું નામ રોશન થયું છે. તેઓને રાજ્યપાલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેઓના વિદાય સમારંભમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાની પ્રથમ બેન્ચથી લઈને 2024 સુધીની તમામ બેંચના માજી વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી ખૂબ માનભેર વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં આદિવાસી સાંસ્કૃતિનાવાજીત્રો સાથે વાજતે-ગાજતે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેઓની હાથ નીચે ભણેલા હજારો રાઠ વિસ્તારના યુવાઓ દ્વારા આદિવાસી સ્મૃતિ તરીકે બાબા પીઠોરા દેવ,ચાંદીનુ કડુ (ભોર્યુ) લાલ પાઘડી તીર કામઠી વગેરે ભેટ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે બન્ને સાહેબઓની યાદ શાળા કેમ્પસમાં સદાય રહે માટે માજી વિદ્યાર્થીઓ દ્વારા બે વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી હાઇવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી

admin

મધ્યપ્રદેશ રાજ્યના વન અને પર્યાવરણ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગરસિંહ ચૌહાને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાના નિવાસ્થાને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

admin

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ

admin

Leave a Comment