31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર સાંઈદીપ નગરમાં હોળીના રસિયાનો ભવ્ય કાર્યક્રમ

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઈદીપ નગર સોસાયટીમાં સાઈદીપ નગર વૈષ્ણવ અગિયારસ ગ્રુપ દ્વારા હોળાષ્ટક દરમિયાન હોળીના રસિયાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વૈષ્ણવ અગ્રણી તથા અંબે વિદ્યાલય ના પ્રિન્સિપાલ શ્રી વિપુલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વૈષ્ણવો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભક્તિમય રસિયા અને સંગીતના તાલે નાચી-કૂદી આનંદ માણ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આવનારા પરમ પૂજ્ય વલ્લભાચાર્ય પ્રભુજી મહોત્સવની તૈયારીઓનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મહોત્સવના યજમાન શ્રી વિપુલદિનકરભાઈ સોની દ્વારા ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો, જેમાં વૈષ્ણવ સમાજની એકતા અને પરંપરાગત સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.

Related posts

ન્યૂ હોરાઇઝન્સ બાળ વિકાસ કેન્દ્રનું પ્રતાપ નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યું

admin

વડોદરાના સવાલીમાં જિલ્લા કક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

admin

વડોદરા શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં શિયાપુરા પોલીસ ચોકી સામે ભર ઉનાળે હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

Leave a Comment