વડોદરા શહેરમાં છેલ્લા થોડા સમયથી પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. તાજેતરમાં કારેલીબાગ વિસ્તાર માં પારિવારિક ઝઘડો શાંત કરાવવા ગયેલા પોલીસકર્મીઓ પર જ હુમલો થવાની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર પારિવારિક ઝઘડાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ઝઘડો છોડાવવાના પ્રયાસ દરમિયાન એક યુવક અને યુવતી દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મહિલા પોલીસકર્મી પર મોટા પથ્થર વડે હુમલો કરતી નજરે પડે છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ Karelibaug Police Station ની ટીમ તરત હરકતમાં આવી હતી. પોલીસે હુમલો કરનાર પતિ-પત્નીની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પ્રજાની રક્ષા માટે કાર્યરત હોય છે, ત્યારે પોલીસ પર જ થતા આવા હુમલાઓને લઈને શહેરમાં ચર્ચા ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

