ખાડી દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસની સપ્લાય પર અસર જોવા મળી રહી છે. જેના પરિણામે ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં LPG Gas સિલિન્ડરની ઉપલબ્ધતા પર થોડા સમય માટે કસોટી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
LPG ગેસની અછતને કારણે હોટેલ તેમજ ખાણીપીણીના ધંધા પર તેની સીધી અસર પડી છે. ગેસ ન મળતા ઘણા હોટેલ સંચાલકો અને વેપારીઓ હવે વિકલ્પ રૂપે કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે. પરિણામે બજારમાં Coal ની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
કોલસાની માંગ વધવા છતાં હાલ તેના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. કોલસાના વેપારીઓ જણાવે છે કે બજારમાં માંગ વધી છે, પરંતુ હાલમાં ભાવ સ્થિર જ જોવા મળી રહ્યા છે.
હાલ લોકો અને વેપારીઓમાં ચર્ચા છે કે આ પરિસ્થિતિ કેટલો સમય રહેશે અને LPG ગેસની સપ્લાય ક્યારે ફરીથી સામાન્ય સ્થિતિમાં આવશે.

