Maharaja Sayajirao University of Baroda ના કેમ્પસમાં આવેલી વન કેડી નજીક એક આશરે સાડા આઠથી નવ ફૂટ લાંબો મગર દેખાતા હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
માહિતી અનુસાર સામાજિક વનીકરણ રેંજના આરએફઓ કરણસિંહ રાજપુત ને કોલ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગના કર્મચારી શૈલેષ રાવલ સાથે યશ તડવી, આયુષ મિશ્રા, દીક્ષિત અને પ્રથમ વસાવાની ટીમ સ્થળ પર પહોંચી હતી.
ટીમે સંયમ અને સાવચેતીપૂર્વક કામગીરી કરીને મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. આ રેસ્ક્યુ કામગીરીમાં Seva Foundation ના સભ્યો પણ જોડાયા હતા.
રેસ્ક્યુ બાદ મગરને વન વિભાગના કબ્જામાં લઈ યોગ્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે લોકોમાં કુતૂહલ અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

